• Latest News

    शुक्रवार, 5 दिसंबर 2014

    Pimple treatment


    લગભગ દરેક ટીનેજર્સ અને યુવાનોને ખીલનો સમસ્યા સતાવતી હોય છે. ખીલ શું છે અને એ કેમ થાય છે? 
    ખીલ એ હોર્મોન્સના બેલેન્સ બગડવાનું પરિણામ છે, ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સથી આપણી ત્વચા ફાટે છે. પુરુષ અને સ્ત્રી બંનેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ આવેલા હોય છે. જો તમને ખીલ છે તો તેનો એ અર્થ નથી કે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ અબનોર્મલ છે, પરંતુ આપણી ત્વચા આ હોર્મોન્સને અબનોર્મલ રિએક્ટ કરે છે. તમે જયારે બોડી હેર માં વધારો કરવાનું શરુ કરો છો ત્યારથી જ તમે ખીલ ને આમંત્રણ આપો છો. આપણી ત્વચામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ સિબેષસ (ચીકણો તરલ) નામનીગ્રંથીને શીબમ નામનું ઓઈલી દ્રવ્ય ઉત્પન્ન કરવાનું કહે છે. હવે ત્વચાની અંદરની નળીઓ આ તકલીફમાં વધારો કરે છે. આ નળીઓ આપણી રુંવાટીને પકડી રાખે છે અને તે શીબમ ને કારણે ચીકણી બની જાય છે અને ધીમે ધીમે બ્લોક થઇ જાય છે.અને પરિણામ સ્વરૂપે તમને મળે છે બ્લેકહેડ્સ (ઉપચયન દ્વારા કાળું પડવું). અને જો શીબમ આ નળીઓ ને સંપૂર્ણ પણે બંધ કરી દે તો તેનું પરિણામ આવે છે એક મોટા ખીલ ના સ્વરૂપ માં.

     તો સમય થઇ ગયો છે તમારા ડોક્ટર પાસે જવાનો અને ખીલ નો ઈલાજ કરાવવાનો.અહી ખીલ માટે થોડી ઘરગથ્થું ઉપચારની યાદી આપેલી છે.

    ૧. જો તમને લાલ કલરના દેખાતા ખીલ થયા હોય તો તેને અડશો નહિ. જો તમે એને ખોતરશો અથવા ઘસશો તો એમાં રહેલો ચીકણો પદાર્થ વધારે ઊંડો પહોચી જશે અને પહેલા કરતા પણ વધારે મોટા અને વધારે લાલ ખીલ જોવા મળશે.


    ૨. જો તમને પીળાશ પડતા પાણી કે રસી વાળા ખીલ હોય તો  તેને ઘસી કે ફોડી શકાય છે પરંતુ ઘણી કાળજી પૂર્વક. પહેલા તમારા હાથ સારી રીતે ધોઈ લો જેથી ઇન્ફેક્સન ના થાય. હવે તમારી આંગળી ઉપર ટીસુ મુકો. જેથી રસી અથવા પાણી અરીસામાં ના ફેલાય અને ટીસુ પર જ રહે. હવે ધીમે ધીમે દબાવાનું અને ઘસવાનું ચાલુ કરો. પરંતુ હા, કંઈપણ કરો પરંતુ તમારા નખ તેને ના અડે તેનું ધ્યાન રાખો નહીતર તમારી ત્વચા ને તે નુકશાન કરી શકે છે. હવે ઘણું બધું દબાવ્યા બાદ હવે થોભો અને જુઓ કે રસી નીકળી ગયું છે અને હવે ત્યાં પીળાશ પડતું ખીલ નથી રહ્યું પરંતુ ફૂટી ગયેલું ખીલ છે. હવે એન્ટિસેપ્ટિક લગાવો અને તે ખીલને થોડા સમય માટે એકલું છોડી દો. તે હવે વધારે ઝડપથી સારું થઇ જશે. અને હવે તમારા હાથ ફરી વખત ધોઈ લો.

    3. વાઈટહેડ અને બ્લેકહેડ. જો ખીલ સારવાર વગરનું રહી જાય તો આ પ્રોબ્લેમ થાય છે. અહી નિયમ એ છે કે જો એ બ્લેકહેડ હોય તો એને ઘસી કાઢો અને જો એ વાઈટહેડ હોય તો તેને એમજ છોડી દો. પરંતુ હાથ ધોવા અને જો કઈજ ફેરફાર ના જણાય અથવા લોહી નીકળે તો ટીસુ જ વાપરો અને હાથ ધોઈ લો વગેરે જેવા અફર નિયમ ધ્યાન માં રાખો.

    ખીલની સારવાર માટેની થોડી ટીપ્સ:

    ૧. ક્યારેય તેને ધોઈ નાખવાની કોશિશ ના કરો: 
    ખીલ એ ધૂળ થી નથી થતા.જોવા જઈએ તો ઓઈલી સ્કીન વાળા લોકોની ત્વચા ડ્રાય સ્કીન વાળા લોકો કરતા વધારે ક્લીન હોય છે. કારણકે તેઓ ડ્રાય સ્કીન વાળા લોકો કરતા ઓછી વખત ફેસ વોશ કરે છે. અને હકીકત એ પણ છે કે વધારે વખત ફેસ વોશ કરવાથી સ્કીન ડ્રાય બની જાય છે અને તે ખીલ ને વધારે નુકશાન કરે છે. આથી વધારે પડતા ખીલ હોય તો માઇલડ સાબુ અને પાણી થી જ  દિવસમાં બે થી વધારે વખત વોશ ના કરો.  અને જો તમારી ત્વચ સુકી હોવાથી ચેહરા પર દાન સમાન દાગ થય ગયા હોય તો મૉઇસ્ચરાઇઝર લગાવવામાં કોઈ જ વાંધો નથી. તે તમારા ખીલને નુકશાન નહિ પહોચાડે. અને છતાં પણ તમને ડર લાગતો હોય તો ઓઈલ-ફ્રી-મૉઇસ્ચરાઇઝર નો ઉપયોગ કરી શકો છો.

    ૨. ખીલ પર પરમાણુ જેવા અખતરા ના કરો:
    અત્યારે બજારમાં ઘણા કાઉન્ટર ક્રિમ, રસ, લોશન અને પોતીઓન્સ ઉપલબ્ધ છે. અને તેમના ઘણા બેન્ઝોય્લ પેરોક્સાઇડ જેવા પાવરફુલ બ્લીચીંગ એજન્ટ ધરાવે છે. તમે તેના લેબલમાં તેની માત્રા વાંચી શકો છો. અને તમે આવી વસ્તુઓની જાહેરાતો થી પરમાણુ જેવા અખતરા કરવા માટે લલચાઈ શકો છો. અને આવી રીતે તમે તમારી ત્વચા જોડે અમાનુષી અત્યાચાર કરો છો. અને એ તમારી ત્વચાને વધારે ડ્રાય કરી શકે છે. અને તમે તો પણ બ્લીચ કરવા માંગતા હો તો મંદ બ્લીચ નો જ ઉપયોગ કરો.

    ૩. બે મહિના નો સમયગાળો નક્કી કરો:
    જો તમે બે મહિનાથી ઘરે જ સારવાર કરતા હો અને છતાં કોઈ ફેરફાર ના જણાય તો સમય આવી ગયો છે કે ડોક્ટરની મુલાકાત લો.

    ૪. તમારા ડોક્ટર અને બે મહીનાનો સમય
    આ બાબતમાં ડોક્ટર તમને એન્ટીબાયોટીક્સ જ આપશે. એ અથવાતો ટેબ્લેટ હશે અથવાતો ચહેરા પર લગાવવાની ક્રીમ હશે. ડોકટરના કહેવા પ્રમાણે અનુસરો અને તમને બે મહિનામાં નોટીસ કરી શકો તેવા ફેરફાર દેખાશે અને જો તેમ ના થાય તો ડોક્ટર ને ફરી બતાવો. પરંતુ બે મહિના સુધી નો સમય તો લેવો જ પડશે.

    ૫. તમે કોઈ પરગ્રહવાસી નથી અને થોડી ધીરજ રાખો:
    તમે એકલાજ નથી, હજારો ટીનેજર્સ ખીલ માટેનો ઈલાજ કરવા ફાફા મારતા હોય છે. અને જો લોકો ને તમારી પડી હશે તો તેઓ તમારા ખીલ તરફ ધ્યાન પણ નહિ આપે.પરંતુ તમે કેટલું ધ્યાન આપો છો તે મહત્વનું છે. અને મોટા ભાગની ટ્રીટમેન્ટ સમય માગી લે છે, તો થોડી ધીરજ રાખો.

    ૬. સ્ટ્રેસ અને એકઝામ્સ
    ખીલ સ્ટ્રેસ અને ટેન્શન વખતે વધારે થાય છે. ખાસ કરીને એકઝામ્સ વખતે તે વધારે દેખાય છે. અને છોકરાઓમાં તે વધારે દેખાય છે કારણકે તેઓ વધારે સમય ગ્રાઉન્ડમાં વિતાવતા હોય છે.

    ૭. સ્કીન અને હેર ટ્રીટમેન્ટ માં કાળજી જરૂરી છે
    ઘણા ક્રીમ અને લોશન તમારી ત્વચાને નુકશાન કરી શકે છે.ખુબજ હેવી કોસ્મેટીક્સનો વપરાશ ટાળવો જોઈએ.

    ૮. ચોકલેટ અને તળેલું:
    એવી માન્યતા છે કે ચોકલેટ અને તળેલું ખાવાથી ખીલ વધે છે. પરંતુ એવું નથી. તમે ચોકલેટની મજા ખીલની ટેન્શન વગર માણી શકો છો. ખરી વાત તો એ છે કે સારું ડાયેટ તમારું જનરલ દેખાવ સુધારે છે અને એ સારો દેખાવ તમારા ચહેરા અને સ્કીન પર પણ દેખાય છે.

    ખીલને લગતા સામાન્ય પ્રશ્નો:

    ૧. મેકપ કરવાથી ખીલ થાય છે?
    એવું જરૂરી નથી કે મેકપ કરવાથી ખીલ થાય છે, ખીલ તો હોર્મોન્સની ગરબડીને કારણે થાય છે. પરંતુ જો તમને ખીલ હોય તો તમારે મેકપ કરતી વખતે ઘણી કાળજી રાખવી પડે છે. અને તમારા બ્રશ અને બીજા મેકપના સાધનોને વ્યવસ્થિત સાફ કરી લેવા જોઈએ. અને ઘરે આવીને ચહેરો પણ વ્યવસ્થી સાફ કરી લેવો જોઈએ.

    ૨. ફેસીઅલ થી ખીલ થાય?
    ફેસીઅલ થી ચહેરો તાજગી સભર બને છે, પરંતુ સ્પોટ વધારે ચોળાઈના જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત જો બ્યુટી થેરાપીસ્ટ અનુભવી ન હોય અને આવા સ્પોટની કાળજી ન લેવાય તો ફેસીઅલ જોખમી પણ બની શકે છે.

    3. ખીલના ડાઘને કવર કરવા શું વાપરવું?
    ફાઉન્ડેશન અને એ પણ ઓઈલ-ફ્રી, અને તે લગાવતા પહેલા હાથ બરાબર સાફ કરી લેવા.
    • Blogger Comments
    • Facebook Comments

    0 टिप्पणियाँ:

    एक टिप्पणी भेजें

    Item Reviewed: Pimple treatment Rating: 5 Reviewed By: admin
    Scroll to Top